મિત્રો વાત છે આજથી 103 વર્ષ પહેલાંની કે જ્યારે બાબા સાહેબ બરોડા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જાય છે. પરંતુ બદલામાં રાજા ગાયકવાડ ભીમરાવ સાથે શરત કરે છે કે અભ્યાસ પછી પરત આવીને બરોડા રાજ્યમાં નોકરી કરી સેવા આપવી. બાબા સાહેબ 1917માં ઉચ્ચ અભ્યાસ કરી પરત આવે છે અને રાજાના રાજ્યમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. મિત્રો એ સમય એવો હતો કે જાત પાત અને ઉંચ નીચનો ભેદભાવ ખૂબ જ હતો. Sc સમાજની વ્યક્તિને રહેવા માટે ક્યાંય જગ્યા ન મળે. આવા સંજોગોમાં બાબા સાહેબને બરોડા રહેવાનું થયું. તેઓ ખૂબ તલાશ કરે છે પણ રહેવા માટે ઘર મળતું નથી. અંતે એક પારસી ધર્મશાળામાં પોતે જૂઠું બોલીને પારસી છું તેમ કહીને આ ભીમરાવ ત્યાં ભાડે રહે છે. ઓફિસમાં જાય છે ત્યાં સ્ટાફના લોકો તેમની સાથે ખૂબ ભેદભાવ રાખે છે, બાબા સાહેબ તેમની કચેરીમાં ઉચ્ચ હોદા ઉપર હોવા છતાં કર્મચારી તેમને ફાઇલ છૂટી આપે, પટાવાળો પાણી ન આપે, સ્ટાફના લોકો ભીમરાવને ઘેરથી પોતાનું પાણી ભરીને આવવાની વાતો કરે.. આવી પરિસ્થિતિમાં નોકરી કરવી તો કેમ કરવી.. બીજી બાજુ જ્યાં તેઓ રોકાયા હતા ત્યાં પારસીને ખબર પડી જાય છે કે આ અછૂત છે એટલે તેણે બાબા સાહેબનો સમાન રૂમની બહાર ફેંકી દીધો હોય છે.
બાબા સાહેબ વિચલિત થઈને નોકરી છોડીને પોતાના વતન જવાનું નક્કી કરે છે. અને વડોદરા રેલવે સ્ટેશન જાય છે. ટ્રેનનો સમય 4 કલાક પછી હોવાથી આંબેડકર કમાટી બાગમાં ઝાડ નીચે બેસે છે.. અને ખૂબ રડે છે કે હું આટલું ભણ્યો તેમ છતાં મારી આ હાલત છે તો મારો સમાજ તો નિરક્ષર છે તેની શુ હાલત હશે.. અને પછી પ્રતિજ્ઞા લે છે કે જો હું મારા સમાજને આ બદી માથી મુક્ત કરીને બધા અધિકાર ન અપાવું તો હું મારી જાતને ગોળી મારી દઈશ.. આ દિવસ એટલે 23 સપ્ટેમ્બર નો દિવસ જેને આપણે સંકલ્પ દિવસ તરીકે ઉજવીએ છે.
%20(1).jpg)
